ભુજ: ગુજરાતના કચ્છ જિલ્લામાં રવિવારે સાંજે લગભગ 4.45 કલાકે રિક્ટર સ્કેલ પર 4.0ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે કોઈ નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ મુજબ, ભૂકંપનું કેન્દ્ર કચ્છના ભચાઉથી લગભગ 21 કિમી દૂર હતું.
કચ્છના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર આવી ગયા હતા. તેઓએ કહ્યું કે, ભૂકંપના કારણે વાસણો હલી ગયા હતા.