શાળા આરોગ્ય- રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ
રાજ્ય સરકારે 12 જૂન, 2023 થી એટલે કે 20મા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના પ્રથમ દિવસથી ‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ (SHRBSK) હેઠળ રાજ્યના બાળકો માટે મફત આરોગ્ય તપાસ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન આગામી 30 દિવસ સુધી સઘન રીતે ચલાવવામાં આવશે.