અમદાવાદ: કસ્ટમ વિભાગે ગયા અઠવાડિયે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગ્રાઉન્ડ સ્ટાફના સભ્યો પાસેથી 1 કિલો સોનાના બાર જપ્ત કર્યા હતા.
કસ્ટમ અધિકારીઓએ એક હેન્ડલિંગ સ્ટાફને શંકાના આધારે અટકાવ્યો હતો. તેની તલાશી લેતા કર્મચારી પાસેથી બે સોનાની લગડીઓ અને સોનાની પેસ્ટવાળી પાઉચ મળી આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે ખુલાસો કર્યો કે એરપોર્ટની અંદર એક પેસેન્જરે તેને સોનું આપ્યું હતું. મુસાફરને અટકાવવામાં આવ્યો હતો અને કુલ 1 કિલો સોનું મળી આવ્યું હતું. બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.