ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભા સાંસદ અમિત શાહે આજે સાંજે ક્રિકેટર હાર્દિક પટેલ, બીસીસીઆઈ સેક્રેટરી જય શાહની હાજરીમાં છારોડી ગુરુકુલ સ્થિત મેદાન ખાતે ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર લોકસભા બેઠક વિસ્તારની 1078 ટીમો વચ્ચે લીગ રમાશે. આ લીગમાં 16,100 જેટલા ખેલાડીઓ રમવાના છે.
શાહે ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ ખોલી; 1078 ટીમો, 16100 યુવાનો તેમાં ભાગ લેશે https://t.co/6pjmq3kQ5W pic.twitter.com/avba2WrbQW
અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે વર્ષ 2036 ઓલિમ્પિક અમદાવાદમાં જ રમાશે. તેમણે કહ્યું કે વર્ષ 2047માં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવામાં દેશ ટોચ પર રહેશે.