વડોદરાઃ પશ્ચિમ રેલવેએ વડોદરા ડિવિઝનમાં સૂચિત બ્લોક રદ કરવાની જાહેરાત કરી છે. રેલવેએ એક નોંધમાં જાહેરાત કરી હતી કે વડોદરા ડિવિઝનના વડોદરા-ગેરતપુર સેક્શનમાં એન્જિનિયરિંગના કામો માટે જે બ્લોકની દરખાસ્ત કરવામાં આવી હતી તેને રદ કરવામાં આવ્યો છે. આ બ્લોક રદ થવાને કારણે 31મી જાન્યુઆરી અને 1લી ફેબ્રુઆરીની ટ્રેન 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને ટ્રેન 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસને અસર થશે નહીં. આ બંને ટ્રેન આંશિક રદ કરવાને બદલે વડોદરા સુધીના સમયપત્રક મુજબ દોડશે. દેશગુજરાત
The post રેલ્વેએ 31મી જાન્યુઆરી-1લી ફેબ્રુઆરીએ વડોદરામાં એન્જિનિયરિંગ બ્લોક રદ કર્યો appeared first on DeshGujarat.