વડોદરા: હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ (બુલેટ ટ્રેન પ્રોજેક્ટ)ના ગર્ડર લોન્ચિંગના કામને કારણે વડોદરામાં પંડ્યા બ્રિજ અને ગોરવા-મધુનગર બ્રિજ આગામી દિવસોમાં ટ્રાફિક માટે બંધ રહેશે. L&T પ્રોજેક્ટનું સિવિલ વર્ક કરી રહ્યું છે જેના માટે પંડ્યા બ્રિજ 26 ફેબ્રુઆરીથી 7 માર્ચના સમયગાળા દરમિયાન ટ્રાફિક માટે બંધ રહેશે અને મધુનગર બ્રિજ 12 એપ્રિલથી 19 એપ્રિલના સમયગાળા દરમિયાન ટ્રાફિક માટે બંધ રહેશે. પોલીસે આ સમયગાળા દરમિયાન વૈકલ્પિક ટ્રાફિક પ્લાન જાહેર કર્યા છે. દેશગુજરાત
The post બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામ માટે પંડ્યા બ્રિજ અને ગોરવા-મધુનગર બ્રિજ ટ્રાફિક માટે બંધ appeared first on દેશગુજરાત.