સુરત: સુરત રેલ્વે સ્ટેશનના પુનઃવિકાસ માટે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH) પ્રોજેક્ટ હેઠળ હાથ ધરવામાં આવનાર કામો માટે સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર ચાર 4 ફેબ્રુઆરીથી બંધ કરવામાં આવશે.
સુરત રેલ્વે સ્ટેશનની પૂર્વ બાજુએ MMTH પ્રોજેક્ટ હેઠળ હાલમાં કામો ઝડપથી ચાલી રહ્યા છે. જે કામો ચાલી રહ્યા છે તે કોલોની અને રેલ્વે બિલ્ડીંગના બાંધકામને લગતા છે. વર્તમાન ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) કાર્યાલયની બાજુમાં એક સંકલિત રાજ્ય પરિવહન બસ ટર્મિનલ બિલ્ડિંગના નિર્માણ માટે પણ કામ ચાલી રહ્યું છે. પશ્ચિમ રેલ્વેના અધિકારીઓ દ્વારા કામોનું નિરીક્ષણ અને સમીક્ષા કરવામાં આવી રહી છે.
સુરત રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ પર એલિવેટેડ કોન્કોર્સ બનાવવાનું કામ આવતા મહિને 4 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે, જેના માટે મશીનો લગાવવાની જરૂર છે. આના સંદર્ભમાં, પ્લેટફોર્મ નંબર ચાર લગભગ ત્રણ મહિના અથવા 100 દિવસ સુધી બંધ રહેશે.