Gujarati Suvichar – 190+ Best Gujarati Suvichar Text, Images, PDF & More

Gujarati Suvichar: શું આપ સુંદર ગુજરાતી સુવિચાર શોધી રહ્યા છો? આજના લેખમાં, અમે તમારા માટે કેટલાક શ્રેષ્ઠ ગુજરાતી સુવિચાર (suvichar in gujarati) લાવ્યા છીએ. આ ગુજરાતી સુવિચાર વાંચવાથી તમારા જીવનમાં ઘણા સારા બદલાવ આવવા લાગશે. તમે સોશિયલ મીડિયા પર તમારા મિત્રો અને સંબંધીઓ સાથે આ ગુજરાતી સુવિચાર અર્થ સાથે શેર કરી શકો છો.

Best Gujarati Suvichar

સુવિચાર એટલે સારા વિચારો જે વાંચનાર માં પ્રેરણા અને એક સકારાત્મક ઉર્જાનો અનુભવ કરાવે. આપ અવાર નવાર સુવિચારો ને વાંચતાં હશો જે અંગ્રેજી કે હિન્દી માં હશે, પરંતુ અહી અમે આપની સાથે ગુજરાતી સુવિચારો શેર કર્યા છે. જે વાંચવા થી આપને પણ એક સકારાત્મક ઉર્જા અને પ્રેરણા નો અનુભવ થશે.

Short Gujarati Suvichar Text, Status, Images for Students

જીવનમાં બધું ફાવી જશે
પણ ખાંડ વગર ની ચા
અને લાગણી વગર ના સંબંધ જરાય નઈ ફાવે.

શ્રી કૃષ્ણએ કહ્યું છે
કે જો નુકશાન થયું છે તો
ભવિષ્યમાં લાભ પણ થશે અને
જો દગો થયો છે તો આગળ
જઈને હિસાબ પણ થશે !!

સમજણની બહાર
પણ એક દુનિયા હોય છે,
જે હંમેશા દુનિયાની સમજણ
બહાર હોય છે !!

તમારી પાસે
અત્યારે જેટલો સમય છે,
એનાથી વધારે સમય ભવિષ્યમાં
ક્યારેય નહીં હોય !!

વ્યક્તિએ ક્યારેય તકની રાહ ન જોવી જોઈએ.
કેમ કે જે આજે છે તે જ સૌથી મોટી તક છે.

સંઘર્ષ વગર કોઈ મહાન બનતું નથી
જ્યાં સુધી કોઈ ઘા ન હોય ત્યાં સુધી પથ્થર પર પણ
ત્યાં સુધી તે ભગવાન ન બને.

કોઈએ માટલાને પૂછ્યું
કે તું આટલું બધું ઠંડુ કેમ છે ?
માટલાએ સરસ જવાબ આપ્યો કે
જેનો ભૂતકાળ માટી અને ભવિષ્ય પણ માટી
એને કઈ વાતની ગરમી હોય !!

સમય વિપરીત હોય
ત્યારે શાંત રહેવામાં જ
સમજદારી હોય છે !!

જે સમજવા નથી માંગતા
એને ગમે તેટલું સમજાવી લો,
એ ક્યારેય નહીં સમજે !!

પરિસ્થિતિને એવી ના થવા
દેશો કે તમે હિંમત હારી જાઓ,
પણ હિંમત એવી રાખજો કે તમારી
સામે પરિસ્થિતિ હારી જાય !!

આજકાલ ધૂળની
જેમ ઉડતી રહે છે અફવાઓ,
સત્ય જાણવા માટે થોડી ધીરજ
રાખવી પડે છે સાહેબ !!

પુણ્ય જો
છપ્પર ફાડીને આપે છે,
તો પાપ થપ્પડ મારીને
પાછું પણ લઇ લે છે !!

વ્યક્તિ ના કર્મો જ તેની સાચી ઓળખાણ હોય છે,
બાકી એક નામ ના હજારો લોકો હોય છે આ દુનિયા માં

માન્યું કે સમય હેરાન કરી રહ્યો છે પરંતુ કેવી રીતે જીવવું તે પણ શીખવાડી રહ્યો છે.

એક દવાખાને લખેલી સરસ લાઈન દવામાં કંઈ મજા નથી અને મજા જેવી કોઈ દવા નથી.

કોઈ વ્યક્તિ ને સમજવા માટે હમેશા ભાષા ની આવશ્યકતા નથી,
ક્યારેક તેનું વર્તન ઘણું બધુ કહી દે છે.

આ દુનિયા માં બધુજ કીમતી છે,
“પરંતુ”
મળ્યા પહેલા અને ગુમાવ્યા પછી.

પોતાના પર ભરોસો રાખજો
અહીં સુધી આવ્યા છો તો આગળ પણ જશો.

સફળતા હાથની રેખાઓમાં નહીં
માથા પર પરસેવાથી મળે છે.

દુનિયાનો ડર નથી,
જે તને ઉડવાથી રોકે છે.
કેદ છે તું પોતાના જ દૃશ્ટિકોણના પાંજરામાં…

સંબંધ રહે કે ના રહે,
સિક્રેટ હંમેશા સિક્રેટ જ
રહેવું જોઈએ સાહેબ !!

ધર્મ યુદ્ધમાં કોઈ
નિષ્પક્ષ ના રહી શકે,
જે ધર્મની સાથે નથી ઉભા
સમજી લેવું કે એ ધર્મની
વિરુદ્ધ ઉભા છે !!

ભૂલ હંમેશા માણસના
મગજને ભ્રમિત કરી દે છે,
જો તમે ટ્રેનમાં ટીકીટ ના લીધી હોય
તો સમોસા વેચવા વાળો પણ
ટીટી જેવો દેખાય છે !!

ભલે ગમે તેટલું
ખરાબ થાય તમારી સાથે
પણ વિશ્વાસ રાખજો કે તેમાં પણ
ઈશ્વરે કંઇક સારું જ વિચાર્યું
હશે તમારા માટે !!

જે લોકો પડી જવાથી ડરે છે,
તેઓ ક્યારેય ઊંચા ઉડી શકતા નથી.

વિચારવામાં તમારો સમય ન વેડફો, હમણાં જ કામ શરૂ કરી દો.

મહેનત કર્યાનું ફળ આજે નહીં તો કાલે મળે જ છે
તું એક વાર જાતે તો ઉઠી જો
કરેલી મહેનત જીવનમાં ગમે ત્યારે તો ફળે જ છે.

જો તમને કોઈ કામ કરવામાં ડર લાગે છે તો તેને જ વારંવાર કરો, તમારો ડર ખતમ થઈ જશે.

પૈસા જ સર્વસ્વ નથી
પણ ધ્યાનમાં રાખજો કે આ
વાક્ય બોલતા પહેલા તમારી પાસે
ઘણાબધા પૈસા હોવા જોઈએ !!

જ્યાં સુધી મનમાં
ખોટ અને દિલમાં પાપ છે,
ત્યાં સુધી બેકાર બધા મંત્ર
અને જાપ છે !!

ક્યારેય પણ કોઈને
કમજોર સમજવાની ભૂલ ના કરતા,
ખાસ કરીને આપણા દુશ્મનને !!

મતલબી લોકોને
પહેલા ચાંદ દેખાય છે અને
મતલબ પૂરો થયા પછી ચાંદમાં
રહેલો ડાઘ દેખાય છે !!

નિર્ણય લેવાથી જો
તમે ક્યારેય ડરશો નહીં
તો સફળ થવાથી તમને કોઈ
રોકી નહીં શકે સાહેબ !!

જે વ્યક્તિ જતું કરી શકે છે
તે લગભગ બધુ કરી શકે છે.

તમારી કિમત એટલીજ રાખો કે કોઈ ચૂકવી શકે,
જો બહુ મોંઘા થયી જશો તો એકલા થયી જશો.

છે મારી નિયત ચોખી તો ફિકર ની કોઈ વાત નથી,
મારા કર્મો કદાચ નબળા હશે પરંતુ મારો ઈશ્વર નબળો નથી.

અહીં બધા જ
પોતાની રીતે ચાલાક છે,
કળયુગમાં કોઈને શરીફ સમજવાની
ભૂલ ક્યારેય ના કરશો !!

સફળતા ના રસ્તે તડકો જ કામ આવશે, છાંયડો આવશે તો કદાચ અટકી જાશો.

માણસની દાનત ચોખ્ખી હોય તો,
ભગવાન કોઈ ને કોઈ રૂપમાં મદદ જરૂર કરે છે.

જે આપણે ”નથી” અને “છીએ” એમ દેખાડવાનો દેખાવ કરવો એ દુઃખી થવાનો માર્ગ છે.

સંબંધોની સિલાઈ જો ભાવનાઓથી થઈ હશે
તો એનો તૂટવું મુશ્કેલ છે અને જો સ્વાર્થથી થઈ હશે
તો એનું ટકવું મુશ્કેલ છે.

આપણને જે ગમે તે કરવા કરતા જે કરીએ એ ગમાડવું એ સૌથી મોટી સિદ્ધિ છે.

સત્ય સુરજ જેવું હોય છે
એ થોડીક વાર સંતાઈ તો શકે છે
પણ એ રહે છે હંમેશા માટે…

માણસ જીવનમાં
ગમે તેટલો વેપારી બની જાય
પરંતુ પોતાની તકલીફ વેચી શકતો નથી
અને શાંતિ ખરીદી શકતો નથી.

ભુલ માણસની જિંદગીનો એક કાગળ છે…
અને સંબંધ આપણી જિંદગીની એક આખી ચોપડી છે…
જરૂર પડે તો એ ભૂલનો એક કાગળ ફાડી નાખજો…
પણ આખી ચોપડીને કોઈ દિવસ ગુમાવતા નહીં…

ડબલ રોલ કરવા વાળો માણસ
છેલ્લે એક રોલ પણ કરવાને લાયક રહેતો નથી.

ધર્મ તો આ બે હાથ જ નક્કી કરી લે છે..
હાથ જોડાઈ જાય તો પૂજા કહેવાય છે,
અને ખુલી જાય તો દુઆ કહેવાય છે.

ઓળખાણ, આવડત, અક્કલ, અનુભવ અને
આત્મવિશ્વાસ બજારમાં વેચાતા નથી
મફત મળે છે જો મેળવતા આવડે તો.

દુનિયાનો કોઈપણ વ્યક્તિ
બધા જ ગુણોથી ભરપૂર હોતો નથી
એટલે અમુક ખામીઓ ને છોડી દો
અને સંબંધો ટકાવી રાખો…

સંબંધોની કદર પણ
પૈસાની જેમ કરતા શીખો…
કારણકે બંનેને કમાવવા ઘણા મુશ્કેલ છે
અને ગુમાવવા ઘણા સહેલા છે.

આ નાનકડી જિંદગી માં
એક વાત હંમેશા યાદ રખાય
સબંધ બધા સાથે રખાય
પણ વિશ્વાસ કોઈ પર ન રખાય.

બીજાની ખુશી જોઈને ક્યારેય દુઃખી થવું નહીં
સુરજ હોય કે ચાંદ
બધા પોતાના સમયે ચમકે છે.

જ્યારે તમે પ્રકાશ માં હોવ છો ત્યારે ઘણા લોકો તમને અનુસરે છે
પરંતુ જેવા આપ અંધારા માં પ્રવેશ કરો છો કે આપનો પડછાયો પણ સાથ છોડી દે છે.

કોઈ તમને નીચું દેખાડવાનો પ્રયત્ન કરતો હોય તો ગર્વ અનુભવજો
કેમ કે
તમે તેનાથી ખૂબ મહાન છો.

સફળતા નું રહસ્ય એ છે કે આપનું લક્ષ્ય હમેશા આપની સમક્ષ હોવું જોઈએ.

જો તમારે સફળતા પ્રાપ્ત કરવી હોય તો આપે પ્રચંડ ખંત અને દૃઢ ઈચ્છાશક્તિ થી કારી કરવું પડશે.

ભૂલો તમારો અનુભવ વધારે છે, જ્યારે અનુભવ આપની ભૂલો ને ઓછી કરે છે.

મોડા બનો તો મોડા બનો પણ કામયાબ જ બનો
કેમ કે વર્ષો બાદ જ્યારે લોકો મળે છે
ત્યારે ખેરિયત થી વધારે હેસિયત જ પૂછે છે.

ઊંચું ઉડવા વાળું પક્ષી ક્યારેય ઘમંડ નથી કરતું કેમ કે,
તેને પણ ખબર છે કે આકાશ માં ક્યાય બેસવાની જગ્યા નથી હોતી.

જ્યાં સુધી પોતાના પર વિશ્વાસ નહીં થાય,
ત્યાં સુધી કોઈ બીજા પર પણ નહીં થાય.

સંબંધો ની સંખ્યા હોય પરંતુ જો એમાં સહકાર ના હોય તો એ સંખ્યા નકામી.

સમય અને ભાગ્ય એ બંને પરિવર્તનશીલ હોય છે માટે તેના પર ક્યારેય અભિમાન ના કરવુ જોઈએ.

સમજ અને ગેર-સમજ વચ્ચે ના અંતર ને માત્ર સંવાદ ના સેતુ થી જ કાપી શકાય છે.

જીવન માં ક્યારેય એ સ્પષ્ટ નથી સમજી શકાતું કે જે તૂટે છે તે આપણો વિશ્વાસ હોય છે કે ભ્રમ.

નાની-નાની વાતોમાં વિશ્વાસ રાખો, કારણ કે તેમાં જ તમારી શક્તિ સમાયેલી છે. આ જ શક્તિ તમને આગળ લઇ જાય છે.

સમયની સાથે
ચાલવું જરૂરી નથી,
સત્ય સાથે ચાલો તો સમય
આપોઆપ તમારી સાથે ચાલશે !!

બધાને સુખ
દેવાની ક્ષમતા ભલે
આપણી પાસે ના હોય પણ
કોઈને દુઃખ ના પહોંચે એ તો
આપણા હાથમાં જ છે !!

સુદર્શન ચક્ર પાસે
હોવાનો ફાયદો એ છે કે
લોકો પહેલાથી જ તમારી વાંસળી
શાંતિથી સાંભળે છે !!

પૈસા એક
એવી જાદુઈ વસ્તુ છે,
જેની પાસે હોય છે આ દુનિયા
માત્ર એનું જ સાંભળે છે !!

લોકો કહે છે કે જિંદગી ફક્ત એકવાર મળી છે,
પણ જિંદગી નહીં મોત એકવાર મળે છે,
જિંદગી તો આપણને દરરોજ મળે છે.

દરેક વૃક્ષ ફળ આપે એ જરૂરી નથી,
અમુક વૃક્ષો ફળ નહીં પણ ઠંડો છાંયો આપે છે.

ધીરજ અને સત્યતા
આ બંને એવી વસ્તુઓ છે,
જે તમને ક્યારે પણ કોઈની નજરોમાં
કે કોઈના પગમાં પડવા નહીં દે…

જો કોઈનું ખરાબ
કરીને પણ ખરાબ ના લાગે
તો સમજી લેવું કે કળયુગ તમારા
ચરિત્રમાં આવી ગયો છે !!

થોડા સમય માટે
ત્રાટકતી દરેક આપત્તિ,
વ્યક્તિને એના સાચા શત્રુની
ઓળખ કરાવી જાય છે !!

જિંદગીમાં ખુશ રહેવા માંગતા હો તો
પોતાના સંબંધોને સાચવી લો.

જ્યારે આપણે કોઈને માટે
કંઈક સારું કરી રહ્યા હોઈએ,
ત્યારે આપણી માટે પણ
ક્યાંક કંઈક સારું થઈ રહ્યું હોય છે.

જેને ફક્ત બદલાવાની ટેવ હોય
એ ક્યારેય કોઈનો પણ થઈ નથી શકતો
એ પછી સમય હોય કે માણસ..

જિંદગીમાં તમને રોકવા-ટોકવા વાળો
કોઈ હોય તો એનો આભાર માનજો
કારણ કે જે બગીચાઓમાં માળી નથી હોતા,
એ બગીચાઓ વેર વિખેર થઈ જાય છે…

તમારો વ્યવહાર તમારા ઘરનું કળશ છે.
અને તમારી માણસાઈ
તમારા ઘરની તિજોરી છે.

પાપ કરવા નથી પડતા, થઈ જાય છે
અને પુણ્ય થઈ નથી જતા, કરવા પડે છે!..

જે સુખમાં સાથ આપે
તે માણસ હોય છે.
અને જે દુઃખમાં સાથ આપે
તે ભગવાન હોય છે.

જ્યાં સુધી તમે પોતે
તમારા મનથી હાર નથી માનતા,
ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી.

માણસ આખી દુનિયા સાથે
જૂઠું બોલી શકે છે,
પણ પોતાની જાત સાથે
ક્યારેય જૂઠું બોલી શકતો નથી.

જિંદગી માં સમયનો
સદઉપયોગ કરતા શીખો.
દરેક સફળ વ્યક્તિએ
સમયનો સદુપયોગ કરીને જ
સફળતા મેળવી છે.

કરોળિયો પણ પોતાની જાળમાં
એટલું ફસાયેલો નથી રહેતો.
જેટલું આજનો માણસ
પોતાની માયામાં ફસાયેલો રહે છે.

ક્યારેક ક્યારેક ઘણી દૂર સુધી ચાલવું પડે છે…
એ જોવા માટે કે તમારી સાથે કોણ છે?

માણસ જેવા વિચાર રાખે છે
એવો જ એ પોતે બની જાય છે
અને એવી જ એની જિંદગી બની જાય છે.

આ જિંદગીને એટલું પણ
મરી મરીને ના જીવશો
કારણ કે અહીંથી જીવતું બચીને
કોઈ નહીં નીકળી શકે…

જે વ્યક્તિને તમે બદલી નથી શકતા
એવી વ્યક્તિ પાછળ તમે
પોતાનો સમય બરબાદ ન કરો…

વાત કબર ની હોય કે કોઈ ખબર ની
એને ખોદવાનું કામ આપણા
પોતાના જ કરતા હોય છે!…

જે વ્યક્તિ તમારી સામે બીજા માટે
ખરાબ બોલી શકે છે…
એ વ્યક્તિ બીજાની સામે
તમારા માટે પણ ખરાબ જ બોલતું હશે…

માણસનો અંતિમ સમય જ્યારે આવે ત્યારે
તેણે જિંદગીથી શું પ્રાપ્ત કર્યું,
એ નથી વિચારતો પણ એની આસપાસ
કેટલા સંબંધો છે, એ વિચારે છે.

જિંદગીમાં જ્યારે કોઈ
હાથ અને સાથ બંને છોડી દે છે
તો ઉપરવાળો કોઈને કોઈ
આંગળી પકડવા વાળા ને મોકલી દે છે.

તમારા સ્વાર્થના લીધે,
કોઈનું દિલ ના દુખાય…
બસ એટલું ધ્યાન રાખો,
બાકી બધું ભગવાન પર છોડી દો.

સુંદર ચહેરા થી વધારે જરૂર છે
સારો સ્વભાવ રાખવો સાહેબ કારણ કે
ચહેરો તો ઉમર અનુસાર બદલાય જાય છે
પરંતુ સારો સ્વભાવ જીવનભર સાથ આપે છે.

ગુસ્સામાં ક્યારે પણ ગમે તેમ ન બોલી જાવ…
સમય જતા ગુસ્સો તો જતો રહેશે
પણ બોલેલી વાતો પાછી નહીં જાય.

જિંદગીમાં બધા રસ્તા ક્યારેય
બંધ નથી થતા, પણ લોકો
હિંમત હારી જતા હોય છે.

માણસ ના તો ભૂતકાળને બદલી શકે છે ના ભવિષ્યકાળને…
માણસના હાથમાં કંઈ છે, તો ફક્ત એનો વર્તમાન
વર્તમાન સુધરશે તો જ ભવિષ્ય સુધરશે.

દેખા દેખી બહુ અઘરી છે
ગમે તેની કરશો તો લેવાઈ જશો
સલાહ બહુ સસ્તી છે
ગમે તેની લેશો તોય ભરાય જશો
જીવનમાં પોતાની સોચ
અને સગવડ પ્રમાણે જીવશો તો તરી જશો.

જે વ્યક્તિ સાચું અને ચોખ્ખું મોઢા પર કહી દેતા હોય છે.
એ વ્યક્તિ આપણને કડવા અને કઠોર જરૂર લાગે છે.
પણ એવા વ્યક્તિ કોઈ દિવસ કોઈને દગો કરતા નથી.

ખેલાડી તો હું તમારા થી પણ સારો છુ પણ
સંબંધો સાથે રમવું એ મારા સંસ્કાર માં નથી.

દુનિયામાં સૌથી
વધારે ખુશ એ લોકો હોય છે
જે જાણે છે કે બીજા પાસે રાખેલી
આશાઓ વ્યર્થ છે !!

મૌન ઉત્તમ છે
પરંતુ નિર્ણય સમયે પણ
જો મૌન રહેશો તો એ મૌન જ
તમારો વિનાશ નોતરશે !!

જેનું મળવાનું નિશ્ચિત છે,
નિયતિ એને કોઈ પણ રીતે
મળાવી જ દેતી હોય છે !!

સુખ મેળવવા માટે
જો તમે કોઈને દુઃખી કરશો,
તો તમે ક્યારેય ખુશ નહીં રહો !!

જેમ ઉકળતા પાણીમાં
આપણો પડછાયો દેખાતો નથી.
એ જ રીતે જ્યારે આપણું મન
દુવિધા માં હોય ત્યારે આપણે
સાચો નિર્ણય પણ લઈ શકતા નથી…
એટલે મન ને શાંત રાખો
બધી તકલીફો નો રસ્તો દેખાઈ જશે.

મોઢા પર કડવી વાત સંભળાવી દે અને પીઠ પાછળ ખરા દિલથી વખાણ કરે તેનું નામ સાચો મિત્ર!

કોઈ પણ ઉચા આસન પર બેસવાથી કઈ ગૌરવ વધતું નથી, ગૌરવ ગુણોને કારણે વધે છે.

જીવનમાં જે ચૂકી ગયા હોઈએ તે આપવા માટે ભગવાન જે મોકલે તેનું નામ તક.

આગળ આવવું હોય તો અણગમતાં કામો સૌપ્રથમ કરવાની ટેવ પાડો.

જિંદગી ખુલ્લી કિતાબ છે એનો અર્થ એવો નથી કે મનફાવે ત્યારે પાના ફાડી નાખવા.

ક્ષમા આપવી એ ઉતમ છે, પણ ભૂલી જવું એ એના કરતાંય વધુ ઉત્તમ.

જે ઘરમાં પાચ થી દસ સારા પુસ્તકો ન હોય ત્યાં દિકરી આપતા વિચાર કરજો.

જે નથી દેખાતું તે જોવાની કળા તેનું નામ જ દર્શન.

બકરીની જેમ સો વર્ષ જીવવા કરતા એક પળ સિંહની જેમ જીવવું વધુ બહેતર છે.

દુનિયામાં માનપૂર્વક રહેવાનો સરળ માર્ગ એ છે કે, આપણે જેવા બહારથી દેખાવા કોશિશ કરીએ છીએ એવાજ અંદરથી બનીયે.

માણસ નો સાચો મિત્ર તો તેના હાથની દસ આંગળીઓ જ છે.

જરૂરિયાત વિશે જો લાંબો વિચાર કરશો તો મોટાભાગની જરૂરિયાત જરૂરી નહિ લાગે.

પર સેવા માટે પરસેવો પાડવો એ પણ એક ઉત્તમ પ્રકારનું દાન જ છે.

પડી જવાથી નહી પરંતુ પડયા રહેવાથી જરૂર પતન થાય છે.

પુસ્તકનું મુલ્ય રત્ન કરતા પણ અધિક છે, રત્ન બહારની ચમક બતાવે છે. જયારે પુસ્તક અંદર થી.

સાહેબ કહે એ સાચું નહિ પણ સાચું કહે એ સાહેબ.

વ્યવહારુ માણસ એ જ ગણાય જે દરેક સમસ્યામાંથી પોતાની તક શોધી લે.

સત્કર્મનો ભાવ નાનામાં નાના કાર્યને પણ ઉમદા બનાવી દે છે.

અજ્ઞાન એ ભગવાનનો શ્રાપ છે,
જ્ઞાન એવી પાંખ છે જે આપણને ઉડાડીને સ્વર્ગમાં લઈ જાય છે.

કર્મ એ શક્તિ છે,
તેની સર્વોચ્ચ અભિવ્યક્તિ
ત્યારે જ સંભવ છે કે જ્યારે
તેમાં જ્ઞાનનું રોકાણ કરવામાં આવે છે.

અધુરુ જ્ઞાન એ ખતરનાક બાબત છે.

જ્ઞાન ભૂતકાળને સમજાવવા માટે નથી,
પરંતુ ભવિષ્યનું નિર્માણ કરવા માટે છે.

ઇશ્વર માનવી ને લાયકાત કરતાં વધારે સુખ નથી આપતો
પણ સહનશક્તિ કરતાં વધારે દુઃખ પણ આપતો નથી.

રંગ જોઈને પ્રેમ ના કરો
કાળી કીડી કરડતી નથી પણ લાલ કીડીઓ જ સુજાડી દે છે.

સાહેબ છોડવું સહેલું હોય છે, 
ભૂલવુ નહિ..!! 

તો મિત્રો આ લેખમાં અમે ગુજરાતીમાંના કેટલાક શ્રેષ્ઠ સુવિચાર અને નાના સુવિચાર ગુજરાતી એકત્ર કર્યા છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ ગુજરાતી સુવિચાર અને અવતરણો ગમશે. ખાતરી કરો કે તમે આ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો છો. વાંચવા બદલ આભાર.

Leave a Comment