મોટેરા: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)- અમૂલની સુવર્ણ જયંતિ નિમિત્તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં અનેક ડેરી પ્લાન્ટ અને પ્રોજેક્ટને સમર્પિત કર્યા હતા.
– અમૂલ ડેરી આણંદનો ઓટોમેટિક UHT પ્લાન્ટ અને પનીર ચોકલેટ પ્લાન્ટનું વિસ્તરણ.
-સાબર ડેરીનો 30 MT/દિવસ ક્ષમતાનો ચીઝ પ્લાન્ટ અને 45 mt/દિવસ ક્ષમતાનો છાશ પાવડર ઉત્પાદન પ્લાન્ટ.
-કચ્છ સ્થિત સરહદ ડેરીનો ઓટોમેટિક આઈસ્ક્રીમ બનાવવાનો પ્લાન્ટ.
-ભરૂચ સ્થિત દૂધધારા ડેરીનો નવી મુંબઈમાં ડેરી પ્રોસેસિંગ પ્લાન્ટ.