વડોદરા: અમદાવાદ-મુંબઈ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ (બુલેટ ટ્રેન પ્રોજેક્ટ)ના કામો માટે 5-12 ફેબ્રુઆરી સુધી બંધ કરાયેલો વડોદરામાં છાણીથી ફર્ટિલાઇઝરને જોડતો બ્રિજ કામ પૂર્ણ થયા બાદ મંગળવારથી ફરીથી ખોલવામાં આવ્યો છે.
એક સપ્તાહથી વધુ સમયથી પુલ બંધ હોવાથી ફર્ટિલાઇઝરથી નંદેસરી ઔદ્યોગિક વિસ્તાર અને નેશનલ હાઇવે તરફ જતા હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન છાણી, છાયાપુરી રેલવે ઓવર બ્રિજની બાજુમાં ગર્ડર મૂકવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. દેશગુજરાત
The post બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂર્ણ થતાં છાણી-ફર્ટિલાઈઝર બ્રિજ ફરી ખુલ્લો appeared first on દેશગુજરાત.