જૂનાગઢ: શહેરમાં યોજાનાર મહાશિવરાત્રિ મેળાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા જૂનાગઢ અને કાંસિયા નેસ વચ્ચે મીટરગેજ સેક્શન પર 4થી માર્ચથી 9મી માર્ચ દરમિયાન મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેનનું સંચાલન કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન સાત જોડી ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશુક અહેમદ દ્વારા આપવામાં આવેલી આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
જૂનાગઢથી કાંસિયાનેશ જતી ‘મેળા સ્પેશિયલ ટ્રેન’ જૂનાગઢથી સવારે 11:10 વાગ્યે ઉપડશે અને બપોરે 1:20 વાગ્યે કાંસિયા નેસ પહોંચશે. તેવી જ રીતે, કાંસિયા નેસથી જૂનાગઢ માટેની ‘મેળા સ્પેશિયલ ટ્રેન’ કાંસિયા નેસથી બપોરે 1:40 કલાકે ઉપડશે અને બપોરે 3:50 કલાકે જૂનાગઢ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં તોરણીયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર અને સતાધાર સ્ટેશન પર ઉભી રહેશે.