ધોલેરા: કેન્દ્રીય કેબિનેટે ભારતમાં ત્રણ સેમિકન્ડક્ટર ફેબ યુનિટ સ્થાપવાની મંજૂરી આપ્યાના એક દિવસ બાદ, ટાટા ગ્રૂપના ચેરમેન એન. ચંદ્રશેખરન આજે ગુજરાતના ધોલેરાની મુલાકાતે આવ્યા હતા, જ્યાં ટાટા, પાવરચિપ તાઈવાન સાથે મળીને તેના સેમિકન્ડક્ટર ફેબ યુનિટની સ્થાપના કરશે.
કેન્દ્ર સરકારની જાહેરાત બાદ, ટાટા ગ્રૂપના ચેરમેન એન. ચંદ્રશેખરન, તેમની ટીમ સાથે, ધોલેરામાં તે સ્થાનની મુલાકાત લીધી જ્યાં પ્લાન્ટ સ્થાપવાનો છે. તેઓ હેલિકોપ્ટર દ્વારા પહોંચ્યા અને તેમના અધિકારીઓ પાસેથી માહિતી એકઠી કરી.
સરકારની શરત મુજબ પ્લાન્ટનું બાંધકામ 100 દિવસમાં શરૂ થઈ જશે.