ગાંધીનગર: ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)ના પૂર્વ ધારાસભ્ય અને BTPના સ્થાપક છોટુભાઇ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ગુજરાતમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP)ના વડા સીઆર પાટીલ સાથે મુલાકાત કરી હતી. મહેશ વસાવા ભાજપમાં જોડાવાના છે કે પછી તેમના BTP દ્વારા સત્તાધારી પક્ષને ટેકો આપશે તે અંગે અટકળો ચાલી રહી છે. ભરૂચ લોકસભા બેઠકના ઝઘડિયા, ડેડિયાપાડા વગેરે વિસ્તારોમાં વસાવાનો પ્રભાવ છે. દક્ષિણ રાજસ્થાનમાં આદિવાસી બેઠકોમાં પણ BTPનો પ્રભાવ છે. જો કે ગત વિધાનસભાની ચૂંટણીમાં 7 ટર્મના ધારાસભ્ય છોટુભાઈ વસાવા ઝઘડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર રિતેશ વસાવા સામે જીતી શક્યા ન હતા.