ગુજરાતમાં આપઘાતના અનેક બનાવો બની રહ્યા છે ત્યારે તાજેતરમાં વધુ એક દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિએ નહીં પરંતુ પરિવારે સામૂહિક આત્મહત્યા કરી છે. આ ઘટના ખરેખર ખૂબ જ દુઃખદ છે. આવો અમે તમને જણાવીએ કે આખરે શું કારણે પરિવારના સભ્યોએ પોતાનો જીવ છોડવો પડ્યો. આવો જાણીએ ગુજરાત ટેકના રિપોર્ટ અનુસાર આ ઘટના વિશે. સુરતમાં આપઘાતની અનેક ઘટનાઓ બને છે, પરંતુ લિંબાયત વિસ્તારમાં એક જ પરિવારના 3 સભ્યોએ એકસાથે જીવન ટુંકાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, એવું જાણવા મળ્યું છે કે પરિવારના ત્રણ સભ્યો વચ્ચે ઘરના માલિકે પહેલા બાળક અને પત્નીને ઝેર આપ્યું અને પછી ફાંસી લગાવી લીધી. પોલીસને આ દુઃખદ ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. પરિવારના સામૂહિક આપઘાતનું કારણ હાલ પોલીસ સમક્ષ બહાર આવ્યું નથી.
આ ઘટનામાં મૃતકે તેલુગુ ભાષામાં વીડિયો પણ બનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે અને ઘટના સ્થળેથી એક ચિઠ્ઠી પણ મળી આવી છે, આ સામૂહિક આપઘાતની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી હતી. હાલમાં પોલીસે આ બનાવ અંગે સઘન તપાસ શરૂ કરી આખરે ક્યા કારણોસર પરિવારજનોનું મોત થયું તે જાણવાનો પ્રયાસ કર્યો છે.
નોંધ – વેબસાઈટ પર પ્રકાશિત તમામ સમાચાર અને વાર્તાઓ કોઈક સ્ત્રોતમાંથી લેવામાં આવ્યા છે. અમારો એકમાત્ર ઉદ્દેશ્ય તમને સારી માહિતી પહોંચાડવાનો છે. પ્રકાશિત દરેક સમાચાર અને વાર્તાની તમામ જવાબદારી લેખક અને સ્ત્રોતની રહેશે. ગુજરાતી અખબારની વેબસાઈટ કે પેજની કોઈ જવાબદારી રહેશે નહીં. અમારી વેબસાઇટ અને પેજ પર વધુ સારા સમાચાર વાંચતા અને શેર કરતા રહો.