દીકરી યોજના

લાભ કોને મળે?

દીકરો ન હોય અને ફક્ત એક કે બે દીકરીઓ હોય તેવા દંપતી પૈકી કોઈ એક નસબંધી ઓપરેશન કરાવે તે સમયની લાભાર્થીની ઉમર 32 વર્ષથી ઓછી હોય તો તેઓને રાષ્ટ્રીય બચતપત્રો આપવાની રાજ્ય સરકારની ખાસ પુરસ્કાર યોજના છે.

કેટલો લાભ મળે?

(૧) દીકરો ન હોય અને ફકત ૧ દીકરી હોય તેવા દંપતિને રૂ. ૬૦૦૦/-(NSC) બચતપત્રો

(૨) દીકરો ન હોય અને ફકત ર દીકરી હોય તેવા દંપતિને રૂ.૫૦૦૦/- (NSC) બચતપત્રો

લાભ ક્યાંથી મળેલ?

• નજીકના સરકારી દવાખાનામાં.

યોજનાનો લાભ મેળવવાની પદ્ધતિ

• જે જગ્યાએ કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવેલ હોય તે કેન્દ્ર ખાતે અરજી કરવાની.

Leave a Comment