રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે જરૂરી પુરાવા

એ જ રીતે, રેશનકાર્ડમાં નોંધાયેલ નવી વહુનું નામ ઉમેરવા માટે લગ્નનો કોઈ પુરાવો, પતિનું રેશનકાર્ડ, પુત્રવધૂના પિતાના રેશનકાર્ડમાંથી નામ કાઢી નાખવાનું પ્રમાણપત્ર અને આધાર કાર્ડ (જેમાં પતિનું નામ દાખલ કરેલું હોય) તે સહિતના ડોક્યુમેન્ટ ફોર્મ સાથે જોડવાના રહેશે.

રહેઠાણનો પુરાવો (કોઇપણ એક)

• લાઈટબીલ/વેરાબિલ

ઓળખાણનો પુરાવો

• ડ્રાઇવિંગ લાઇસન્સ

• આધારકાર્ડ

અન્ય પુરાવા

• ઓરીજીનલ રેશનકાર્ડ

• નવા સભ્યનો ફોટો

સેવા માટે જરૂરી પૂરાવા

• જન્મદાખલો (જો સભ્ય બાળક હોઇ તો)

• લગ્ન પ્રમાણપત્ર(જો સભ્ય નવવધુ હોઇ તો)

• લગ્ન કરીને આવેલ નવવધુ ના પિયર પક્ષના રેશનકાર્ડ માંથી નામકમીનું સર્ટીફીકેટ લઇ મુકવું.

ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?

• જે તે પુરવઠા વિભાગ ની ઝોન કચેરી/ મામલતદારશ્રી ની કચેરી/તાલુકા વિકાસ અધિકારીની કચેરી.

• અથવા digital Gujarat વેબસાઈટ પર થી આવેદન કરી શકો છો.

• ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે દર્શાવેલ લિંકનો ઉપયોગ કરી શકો છો.

https://www.digitalgujarat.gov.in/DownLoad/pdfforms/s110.pdf

Leave a Comment