Pramukh Swami Maharaj Shatabdi Mahotsav All Show

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ.
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નું આયોજન અમદાબાદ ખાતે યોજાયેલ છે. જેમા 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી દરરોજ બપોરે 2 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી પ્રવેશ ચાલુ છે. એના માટે કોઈ પ્રકારના રજિસ્ટ્રેશન રાખેલ નથી.  દર્શનાર્થી હરિભક્તોનું તારીખ મુજબ આવવા માટે રજિસ્ટ્રેશન જે-તે દેશની સત્સંગ પ્રવૃત્તિ સેન્ટ્રલ ઓફિસ અને સત્સંગ પ્રવૃત્તિના કાર્યકર દ્વારા જ કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય સંત શ્રી પ્રમુખસ્વામીના જન્મની શતાબ્દીના અવસરને ઉજવવા માટે અમદાવાદના આંગણે આ મહોત્સવનું આયોજન કરાયું છે. 

જેમાં દેશ અને દુનિયાભરથી રોજ લાખો લોકો આવી રહ્યાં છે. આ મહોત્સવ માટે સાયન્સસિટી-ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડના કિનારે 600 એકર જમીન પર વિશાળ સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. હરિભક્તોને 24 કલાક માટે ઉતારો આપવામાં આવશે. એના માટે નોંધણી કરાવનારા હરિભક્તોને જ ઉતારા આપવામાં આવશે. 

એક મહિના સુધી ચાલનારા આ મહોત્સવમાં દરરોજે ઓછામાં ઓછા એક લાખ થી પણ વધારે માણસો અને શનિ-રવિ તથા રજાઓમાં લાખો મુલાકાતી પ્રવેશે લીધો હતો. આ મહોત્સવમાં એક મહિના દરમિયાન એક કરોડથી પણ વધુ મુલાકાતીઓ આવવાની શક્યતા છે. બાળકોથી માંડીને યુવાઓ તેમ જ વડીલોને આકર્ષે એવા નગરની રચના કરવામાં આવી છે. આ ઉદઘાટન સમારોહમાં એક લાખથી વધુ હરિભક્તો સહિત પ્રજાજનો ઉપસ્થિત રહેશે.

આ આયોજન એટલુ ભવ્ય હતું કે તેના શો નિહાળવા માટે લખો લોકો આવેલા . તેજ શો આપણે ઘરે બેઠા નિહાળી શકવી છવિ તેની લિન્ક નીચે આપેલ છે.
જે લોકો સ્વામિનારાયણ નગરી જોઈ નથી તે લોકો ઘર બેઠા વિડીયો નો આનંદ માણો.

સંત પરમ હિતકારી

Our India my India

ભક્ત પ્રહલાદ નૃત્ય નાટિકા

ચલો તોડ દે યે બંધન

THE VILLAGE OF BUZO

કૃષ્ણ લીલા નુત્ય નાટિકા

લાઈટ એન્ડ સાઉન્ડ શો

JUNGLE OF SHERU

Leave a Comment