કેન્દ્રીય સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જે પી નડ્ડાએ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (પીએમએસએએ)ને વ્યાપક સમર્થન માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે. કેમ કે, આ કાર્યક્રમ હેઠળ એક કરોડથી વધુ પ્રસુતાઓની તપાસ કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે ભારતનાં માનનીય પ્રધાનમંત્રીની પરિકલ્પના એ હતી કે 9 મહિનાની ગર્ભાવસ્થાનાં પ્રતિક રૂપે દર મહિનાની 9 તારીખ ગર્ભવતી મહિલાઓને સમર્પિત હોવી જોઈએ. તેમના દ્રષ્ટિકોણને પૂર્ણ કરવા અને દેશભરમાં ગર્ભવતી મહિલાઓનાં વ્યાપક તેમજ ગુણવત્તાપૂર્ણ પ્રસવ પહેલા તપાસ સુનિશ્ચિત કરવા માટે પીએમએસએમએ કાર્યક્રમને 2016માં શરૂ કરાયો હતો. શ્રી નડ્ડાએ કહ્યું, ‘પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (પીએમએસએમએ) અંતર્ગત એક કરોડ થી વધુ પ્રસુતાઓની તપાસ થઇ ચુકી છે, આ મહત્વાકાંક્ષી યોજના અંતર્ગત દર મહિનાની 9 તારીખે ગર્ભવતી મહિલાઓને ગુણવત્તાયુક્ત પ્રસવપૂર્વ તપાસની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ રહી છે. સુરક્ષિત ગર્ભાવસ્થા હવે આપણા દેશમાં એક સામાજિક આંદોલન બની ગયું છે.’
શ્રી નડ્ડાએ સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું કે આ કાર્યક્રમ ભારતનાં દુર્ગમ અને દૂર-સુદૂરનાં ક્ષેત્રો સુધી પહોંચવામાં સફળ રહ્યો છે કેમ કે, દેશભરમાં કરાયેલી 1 કરોડથી વધુ તપાસમાંથી 25 લાખથી વધુ તપાસ ઉચ્ચ પ્રાથમિકતાવાળા જિલ્લામાં આયોજિત કરાઈ હતી. જોકે દરેક રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ ગર્ભવતી મહિલાઓ સુધી પહોંચવા માટે ઉલ્લેખનીય પ્રયાસો કર્યા. પરંતુ નોન-એમ્પાવર્ડ એક્શન ગ્રુપ (ઈએજી) રાજ્યોમાં મહારાષ્ટ્ર અને એમ્પાવર્ડ એક્શન ગ્રુપ રાજ્યોમાં રાજસ્થાને સૌથી વધુ તપાસ કરી છે. પીએસએસએમએ કેન્દ્ર પર આવનારી દરેક ગર્ભવતી મહિલાઓની તપાસ એક પ્રસૂતિ રોગ વિશેષજ્ઞ/ચિકિત્સક દ્વારા યોગ્ય રીતે થાય છે.
કોને લાભ મળે
• તમામ સગર્ભા માતાઓને.
શું લાભ મળે?
• દર માસની ૯ (નવમી) તારીખે સરકારી/ખાનગી દવાખાને જવાનું રહેશે.
• જોખમી સગર્ભા માતાઓની ઓળખ
• પૂર્વ પ્રસુતિ તપાસ નિદાન સેવાઓ મફત
• સંપરામર્શ
ક્યાં થી લાભ મળે?
આ યોજનાનો લાભ તમામ સરકારી તથા જીલ્લા/કોર્પોરેશન સંચાલિત આરોગ્ય સંસ્થાઓમાં, ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે.