ડભોઈ: એક સમયે અહીં દૂધધારી મંદિર હતું, હવે અહીં હસન પાર્ક નામથી 32 મુસ્લિમો રહે છે. જિલ્લા કલેક્ટરે દૂધધારી મંદિરની તરફેણમાં આદેશ આપતાં આ મુદ્દો પ્રકાશમાં આવ્યો છે. કલેકટરે તેમના આદેશ સામે હાઈકોર્ટમાં અપીલ કરવા માટે 60 દિવસનો સમય આપ્યો છે.
વાડી તલાવના કાંઠે આવેલા સુરજ ફળિયા વિસ્તારમાં 365/1 અને 365/2 સિટી સર્વે નંબરની જમીન છે. બનવારીલાલ શર્માએ આ જમીન દૂધધારી મંદિરને દાનમાં આપી હતી અને પૂજારી રામુભાઈ પંડ્યાને પૂજા માટે પાવર ઑફ એટર્ની આપી હતી. આરોપ છે કે પૂજારી દ્વારા આ અધિકારનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને તેણે સરફરાઝ મન્સુરીને જમીન વેચી દીધી હતી.
વર્ષ 2014માં કેટલાક સ્થાનિક હિંદુ યુવકોએ ડભોઈના ડેપ્યુટી કલેક્ટર સમક્ષ આ અંગે કેસ દાખલ કર્યો હતો. ડેપ્યુટી કલેકટરે ચુકાદો આપ્યો કે જમીન મંદિરની છે. આ આદેશથી નારાજ મુસ્લિમોએ જિલ્લા કલેક્ટર કચેરીમાં અપીલ કરી હતી. જિલ્લા કલેક્ટર એ.બી. ગોરે ડેપ્યુટી કલેક્ટરનો આદેશ માન્ય રાખ્યો છે અને હાઈકોર્ટમાં અપીલ માટે 60 દિવસનો સમય આપ્યો છે.